વિજલપોર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
રેવા નગર વિસ્તારમાં બની ઘટના
અસામાજિક તત્વોએ પરિવાર પર કર્યો હુમલો
પરિવારના પુરુષો,મહિલાઓ સહિત બાળકોને માર્યો માર
પોલીસે ફરિયાદ દર્જ કરીને શરૂ કરી તપાસ
નવસારીના વિજલપોરના રેવા નગરમાં અસામાજિક તત્વોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો,અને તોડફોડ કરીને મહિલા સહિત બાળોકોને મારમારીને કિંમતી ઘરેણાંની લૂંટી ચલાવી હતી.ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
નવસારીના વિજલપોરનાં રેવા નગરમાં રહેતા પરપ્રાંતીય પરિવાર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો,ધુળેટીના દિવસે મહિલા સાથે રંગ લગાડીને છેડતી કરનાર યુવકને પરિવારે રોક્યો હતો,અને જેના કારણે યુવક ઉશ્કેરાય જઈને પોતાના સાથી મિત્રો સાથે હથિયાર લઈને આવી પરિવાર પર હુમલો કર્યો હતો.અને ઘરમાં તોડફોડ કરીને પરિવારના યુવક તેમજ મહિલા સહિત બાળકને માર માર્યો હતો.વધુમાં સોના ચાંદીના ઘરેણાંની પણ લૂંટ કરી હુમલાખોરો ફરાર થઇ ગયા હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું,ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.