/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
નવસારી જિલ્લા વહીવટી તંત્રે જાહેર કરી એડવાઇઝરી
તહેવારોને ધ્યાનમાં રાખીને તંત્રે જાહેર કરી એડવાઇઝરી
જિલ્લા તેમજ પોલીસ કંટ્રોલરૂમના નંબર પણ કરાયા જાહેર
દરિયામાં આવતી ભરતી અંગેની સૂચનાના બોર્ડ પણ મુકાયા
લાઇફ ગાર્ડ અને SDRFના જવાનોને પણ તૈનાત કરાયા
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોની સુરક્ષા સલામતી હેતુ એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તહેવાર નિમિત્તે સહેલગાહે આવતા સહેલાણીઓની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી છે,જેમાં જણાવવામાં આવ્યું છે કે જન્માષ્ટમીની રજાઓમાં લોકો ઉભરાટ અને દાંડી દરિયા કિનારે ફરવા માટે જતા હોય છે,ત્યારે લોકોને દરિયાના ઉંડા પાણીમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે.
અને સહેલાણીઓની સુરક્ષા સલામતીને ધ્યાનમાં રાખીને બંને બીચ પર લાઇફ ગાર્ડ તેમજ SDRFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભરતીના સમયના બોર્ડ બીચ ઉપર મૂકીને લોકોને દરિયાના તોફાની પાણીથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે, અને આપાતકાલીન પરિસ્થિતિમાં લોકોને જિલ્લા કંટ્રોલરૂમ અને પોલીસ કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
/connect-gujarat/media/media_files/2025/07/29/ongc-fraud-2025-07-29-19-14-52.jpg)