/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
New Update
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંદરવેલા-વાંસદા માર્ગ પર ઝાડ સાથે કાર ભટકાતાં ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંદરવેલાથી વાંસદા જતાં માર્ગ પર કાર ચાલકને અકસ્માત નડ્યો હતો. ગત મોડી રાત્રે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતાં પલટી મારી ગઈ હતી
ત્યારે કારમાં સવાર સારવણી ગામના અમિત જીવણભાઈ પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ વાંસદા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. Thanks & Regards,
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/23/kmdr-mot-2025-07-23-14-47-20.jpeg)
LIVE