નવસારી : બંધ પડેલી મિલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો, FSL-ડોગ સ્ક્વોર્ડની મદદથી પોલીસ તપાસ શરૂ...

નવસારી નજીક હાઈવે પર બંધ પડેલી મિલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

New Update
  • બંધ પડેલી મિલમાંથી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર

  • શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા પોલીસ દોડી

  • દુષ્કર્મ બાદ મહિલાની હત્યા કરી હોવાની પોલીસને શંકા

  • FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી વધુ તપાસ હાથ ધરાય

  • પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી

નવસારી નજીક હાઈવે પર બંધ પડેલી મિલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

નવસારી નજીક હાઈવે પર આવેલી વર્ષોથી બંધ પડેલી 'મહા આશા રાઈસ મિલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છેજ્યાં લઘુશંકા માટે આવેલા એક વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં મહિલાનો મૃતદેહ જોતાં જ તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ થતાં જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ સહિત ડીવાયએસપીગ્રામ્ય પોલીસલોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના મતેઆ બનાવ છેલ્લા 30 કલાકની અંદર બન્યો હોવાની સંભાવના છે.

પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક મહિલા સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની પોલીસે ગંભીર સંભાવના વ્યક્ત કરી છે. મૃતક મહિલા હાઈવે આસપાસ કચરો વીણવાનું કામ કરતી હોવાની પણ પોલીસને આશંકા છે. જોકેમૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશેજેના રિપોર્ટ બાદ આગળની કલમો હેઠળ કાર્યવાહી કરાશેત્યારે હાલ તો પોલીસે મહિલાની ઓળખ કરવા માટેની તજવીજ શરૂ કરી છે.

Latest Stories