/connect-gujarat/media/post_banners/7fde127100725e5ff68fc97d4def4568d8fbad4040eff3c96f6d2211ff5aab9f.jpg)
ચોમાસાની શરૂઆત થાય એટલે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ લો-લાઇન બ્રીજ પાણીમાં ગરકાવ થઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના ઉકેલ માટે ગણદેવી નગરપાલિકા ઓવર બ્રિજ બનાવવાનું તો કામ શરૂ કરાયું છે, પરંતુ બ્રિજનો ફાયદો તમામ લોકોને ન થતાં નિરાશા જોવા મળી રહી છે.
ગાયકવાડી નગરી તરીકે ઓળખાતી નવસારી જિલ્લાની ગણદેવી નગરીમાં ગણદેવી બીલીમોરા માર્ગ ઉપર 28 વર્ષ અગાઉ ડૂબાઉ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વખત જતા આ બ્રિજ જર્જરિત બન્યો હતો, ત્યારે હાલ રાજ્ય સરકારમાંથી કુલ 7 કરોડ રૂપિયાના ખર્ચે નવા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જોકે, ચોમાસા દરમિયાન નદીના પાણીમાં વધારો થતાં બીજી તરફ વધતાં કોઠી ફળિયાના 150થી વધુ પરિવારો પ્રભાવિત થતા હતા જેને જોતા નગરપાલિકા દ્વારા આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ બ્રિજનું કામ શરૂ થતા કોળી ફળિયા અને ગણદેવી સ્ટેશનના વિસ્તારના લોકોને આંશિક રાહત મળશે, પરંતુ બીલીમોરાને જોડતા માર્ગમાં પાણી ભરાવાની શક્યતાઓ યથાવત છે. ગણદેવી અને બીલીમોરાને જોડતા સરા લાઈનના ગરનારામાં પાણી ભરાઇ જવાની સમસ્યા યથાવત્ રહે છે, જેનું નિરાકરણ હજી સુધી લાવવામાં આવ્યું નથી. જેના કારણે આ બ્રિજ માત્ર અમુક લોકો માટે જ ફાયદાકારક હશે તો અન્ય લોકોએ હજી પણ ચોમાસામાં પાણી ભરાઇ જવાના કારણે સંપર્ક વિહોણા જ રહેવું પડે એવી પરિસ્થિતિ હાલ નિર્માણ થઇ છે.
ગણદેવી અને બીલીમોરાને જોડતો આ એક મહત્વનો પુલ માનવામાં આવે છે, અને ઘડિયાળના કાંટે ધમધમતા આ પુલ ઉપરથી રોજિંદા 1 હજારથી વધુ વાહનો અવરજવર કરે છે. હાલ ગણદેવી નગરપાલિકા 7 કરોડ રૂપિયા ખર્ચીને બ્રિજ બનાવી રહી છે, પરંતુ જેનો ફાયદો બીલીમોરા જતાં વર્ગને થવો જોઈએ એ કાર્ય સિદ્ધ થતું નથી. બીલીમોરા જવા માટે આ માર્ગ મુખ્યત્વે રોજિંદા અપડાઉન કરતાં લોકો માટે આશીર્વાદ સમાન છે. પરંતુ ચોમાસામાં ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે આ માર્ગ બંધ થઈ જાય છે. જેને કારણે લોકોએ 5થી 7 કિ.મી.નો ચકરાવો કરવો પડે છે. વિપક્ષ પર આ મુદ્દે પાલિકાની કામગીરી પર સવાલો ઉભા કરી રહી છે. તો બીજી તરફ ગણદેવી પાલિકા પ્રમુખ દ્વારા સરા લાઇન ઉપર બ્રિજ બનાવવા માટે રેલ્વે વિભાગને પત્ર પણ લખ્યો છે. એની રજૂઆત તત્કાલીન રાજ્ય રેલ મંત્રી દર્શના જરદોશને પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી એ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, ત્યારે રેલ્વે મંત્રાલય અને રાજ્ય સરકાર સંકલન કરીને આ સમસ્યાનો નિવોડો લાવે તેવી માંગ ઉભી થઇ છે.
/connect-gujarat/media/media_files/2025/07/05/suiside-2025-07-05-09-50-51.jpg)