Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને NDRF સતર્ક, સાધનસજ્જ ટીમ વલસાડ-અમરેલી રવાના.

ગુજરાત રાજ્યમાં માવઠા અને ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને NDRF સતર્ક બની

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને NDRF સતર્ક, સાધનસજ્જ ટીમ વલસાડ-અમરેલી રવાના.
X

ગુજરાત રાજ્યમાં માવઠા અને ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને વડોદરા ( જરોદ) સ્થિતિ NDRF બટાલિયન 6 સતર્ક બની છે. રાજ્યના રાહત કમિશનરની માંગણીને ધ્યાનમાં લઈને NDRF બટાલિયન દ્વારા સાધનથી સજ્જ ટીમને વલસાડ જિલ્લા અને અન્ય એક ટીમને અમરેલી જિલ્લા રવાના કરવામાં આવી છે. આ બટાલિયનના નાયબ સેનાપતિ અનુપમના જણાવ્યા અનુસાર, આ ટીમ બચાવના સાધનો ઉપરાંત કોવિડ સંબંધિત તકેદારીના પાલન માટે PPE કીટ અને જરૂરી સામગ્રી સાથે રવાના કરવામાં આવી છે. આ ટીમ જરૂર જણાયે લોકોના બચાવ અને રાહત કામગીરી હાથ ધરશે.

Next Story
Share it