Connect Gujarat
ગુજરાત

રેલ્વે મુસાફરો માટે રાહતના સમાચાર, હવે સામાન્ય રીતે દોડશે તમામ સ્પેશિયલ ટ્રેન : રેલ્વે મંત્રાલય

કોરોના મહામારી દરમ્યાન રેલ્વે મંત્રાલય દ્વારા ઘણા રૂટની ટ્રેનોને દોડતી બંધ કરવામાં આવી હતી.

રેલ્વે મુસાફરો માટે રાહતના સમાચાર, હવે સામાન્ય રીતે દોડશે તમામ સ્પેશિયલ ટ્રેન : રેલ્વે મંત્રાલય
X

કોરોના મહામારી દરમ્યાન રેલ્વે મંત્રાલય દ્વારા ઘણા રૂટની ટ્રેનોને દોડતી બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે કોરોનાનું સંક્રમણ હળવું થતાં કેન્દ્ર સરકારે ગાઈડલાઇનના પાલન સાથે ઘણી છૂટછાટ આપી છે, ત્યારે હવે રેલ્વે મંત્રાલયે પણ મુસાફરોની સુવિધા માટે બંધ પડેલી ટ્રેનોને પુનઃ દોડાવવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારે ગત વર્ષે કોરોનાના કેસ વધતાં માર્ચ મહિનામાં લોકડાઉન ઘોષિત કર્યુ હતું. જોકે, હવે રેલ્વે મંત્રાલયે મુસાફરોને મોટી રાહત આપવાની ઘોષણા કરી છે. કોવિડ-19ના કેસો ઘટવાના કારણે રેલ્વે મંત્રાલયે શુક્રવારની બેઠકમાં કોરોના અગાઉના શિડ્યુલ અંતર્ગત ફરી ટ્રેન સંચાલન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રેલ્વે મંત્રાલયે ગત શુક્રવારે મોડી રાત્રે જારી કરેલા પરિપત્ર અનુસાર, કોરોના કાળમાં સ્પેશિયલ ટ્રેનમાં બદલાયેલી તમામ ટ્રેનોનું હવે અગાઉની જેમ સામાન્ય રીતે સંચાલિન કરવામાં આવશે. નવા દિશા-નિર્દેશો સાથે તમામ ટ્રેનો હવે સામાન્ય ભાડાં સાથે જ સંચાલિત કરવામાં આવશે. જેથી સ્પેશિયલ ટ્રેનોમાં વસૂલાતો સ્પેશિયલ ચાર્જ પણ ઘટી જશે અને ભાડાંમાં લગભગ 30 ટકા સુધી ઘટાડો આવશે, ત્યારે હવે રેલ્વે મંત્રાલયે મુસાફરોની સુવિધા માટે બંધ પડેલી ટ્રેનોને પુનઃ દોડાવવાનો નિર્ણય લીધો છે.

Next Story