Connect Gujarat
ધર્મ દર્શન 

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ, ગુડી પડવાની આજે ઉજવણી,પીએમ મોદીએ પાઠવી શુભકામનાઓ

આજથી ચૈત્ર નવરાત્રી 2022 નો પ્રારંભ થયો છે. મંદિરોમાં માતા રાણીના મંત્રોચ્ચાર થાય છે. આ સાથે જ હિંદુ નવું વર્ષ પણ શરૂ થઈ ગયું છે

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ, ગુડી પડવાની આજે ઉજવણી,પીએમ મોદીએ પાઠવી શુભકામનાઓ
X

આજથી ચૈત્ર નવરાત્રી 2022 નો પ્રારંભ થયો છે. મંદિરોમાં માતા રાણીના મંત્રોચ્ચાર થાય છે. આ સાથે જ હિંદુ નવું વર્ષ પણ શરૂ થઈ ગયું છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે સવારથી જ દેશભરના દુર્ગા મંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.

માતાના મંદિરની બહાર ભક્તોની લાંબી લાઈનો ઉભી છે. ભક્તો મા દુર્ગાનો જયજયકાર કરી રહ્યા છે. નવરાત્રિના નવ દિવસોમાં માતા રાણીના નવ સ્વરૂપોની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે, આ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા રાણીના આશીર્વાદ મેળવવા અને તેમની ભક્તિમાં ભક્તો ઉપવાસ રાખે છે. ચૈત્ર નવરાત્રીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'તમામ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ. શક્તિની આરાધનાનો આ તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે.

Next Story