Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર નોકરી કાયમી કરવાના મુદ્દે લીંબડી પાલિકાના સફાઈ કામદારો બીજા દિવસે પણ લડી લેવાના મૂડમાં

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાલિકામાં વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારો બીજા દિવસે પણ નોકરી કાયમી કરવા માંગ કરી હતી.

X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાલિકામાં 20થી 30 વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારો બીજા દિવસે પણ નોકરી કાયમી કરવા માંગ કરી હતી. સફાઈ કામદારોએ આક્ષેપ કર્યો હતો કે વર્ષોથી સફાઈ કરી શહેર સ્વચ્છ રાખી રહ્યા છીએ છતાં કાયમી નોકરી આપવામાં આવી નથી. રાજકીય ભલામણ, અને રૂપિયાના જોરે અમુક લોકોને કાયમી નોકરી આપી દેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.

લીંબડી નગરપાલિકામાં વર્ષોથી રોજમદાર તરીકે કામ કરતા સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે નવી ભરતી કરાયેલા તમામ 14 કર્મીઓને શહેરના માર્ગો અને જાહેર વિસ્તારો ઉપર સાવણો લઈને સફાઈ કરવી પડશે. પાવડો અને બકડિયા ઉપાડી ગટર સાફ કરવા પણ આવવું પડશે. જો તેઓ આ કામ નહીં કરે તો અમે પણ અમે પણ કામ નહીં કરીએ. કાયમી નોકરી માટે અમે લાયક હોવા છતાં ઓરમાયું વર્તન દાખવીને અન્ય લોકોને નોકરી આપી દેવામાં આવી છે. જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં હડતાળ સહિત આશ્ચર્યજનક કાર્યક્રમો કરીશું.

Next Story