Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં નારાજ પોલીસકર્મીઓને સમજાવવા ઉચ્ચ કક્ષાએથી આદેશ છૂટ્યા, વાંચો વધુ...

પબ્લિક સિક્યુરિટી એલાઉન્સ એફિડેવિટ કરવા મામલે પોલીસ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. તેવામાં નારાજ પોલીસકર્મીઓને સમજાવવા ઉચ્ચ કક્ષાએથી આદેશ છૂટ્યા

ગુજરાતમાં નારાજ પોલીસકર્મીઓને સમજાવવા ઉચ્ચ કક્ષાએથી આદેશ છૂટ્યા, વાંચો વધુ...
X

પબ્લિક સિક્યુરિટી એલાઉન્સ એફિડેવિટ કરવા મામલે પોલીસ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. તેવામાં નારાજ પોલીસકર્મીઓને સમજાવવા ઉચ્ચ કક્ષાએથી આદેશ છૂટ્યા છે. આ મામલે લો-એન્ડ ઓર્ડરના એડિશનલ DG નરસિમ્હા કોમારએ તમામ કમિશનર, રેન્જ IG, SP તથા કમાન્ડન્ટને આદેશ કર્યા છે. DCP, SP, SDPO તથા SHOને હુકમ કરી પોલીસકર્મીઓમાં પ્રવર્તતી નારાજગી દૂર કરવા સૂચના આપવામાં આવી છે.

મહત્વનું છે કે, ASI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, LRD માટે તાજેતરમાં ભથ્થા જાહેર કરાયા છે. જેમાં પબ્લિક એલાઉન્સ એફિડેવિટ કરવા મામલે પોલીસ કર્મચારીઓ રોષ જોવા મળી રહ્યો છે, જેથી સરકારની ચિંતા વધી છે. ગુજરાત પોલીસ કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી ગ્રેડ-પેની માંગ કરવામાં આવી રહી છે. આ મામલે અનેક વખત આંદોલનો પણ થયા છે. જેમાં ગુજરાત પોલીસ લોકરક્ષક દળથી માંડીને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુધીના કર્મચારીઓ જોડાયા છે. તેવામાં તાજેતરમાં સરકાર દ્વારા પોલીસ કર્મીઓને પગાર વધારો આપવામાં આવ્યો છે. જે બાદ સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પડાઈ છે. જેમાં પગાર વધારાની શરતો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓ પગાર વધારા સ્વરૂપે ફિક્સ રકમ જોઈતી હોય તો, એક એફિડેવિટ ગ્રેડ-પે સ્વીકારી લેનાર પોલીસકર્મીએ એફિડેવિટ ફાઈલ કરીને એકાઉન્ટ વિભાગમાં આપવાનું રહેશે. તેમ જણાવ્યું છે. જે મામલે ઘણા પોલીસકર્મીઓમાં વિરોધનો સૂર ઉઠ્યો છે.

Next Story