Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : "નલ સે જલ" નહીં આવતા પાણી મેળવવા લાગતી મહિલાઓની લાંબી કતાર...

સરકારની "નલ સે જલ યોજના" હેઠળ ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું હોવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.

X

પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારની પ્રજા પાણી માટે વલખાં મારી રહી છે. સરકારની "નલ સે જલ યોજના" હેઠળ ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું હોવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ-કાલોલ વિસ્તારના કેટલાક ગામડાઓમાં મહિલાઓએ પીવા અને વાપરવા માટેનું પાણી મેળવવા લાંબી કતારોમાં ઉભા રહેવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. અહીના અનેક ગામડાઓમાં મહિલાઓ પાણી મેળવવા હેન્ડ પમ્પો અને કુવાઓ ઉપર નિર્ભર રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા પાણીની સુવિધા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં પીવાનું પાણી પ્રજા સુધી નહીં પહોંચતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે.

જોકે, ગ્રામીણ વિસ્તારમાં બનાવવામાં આવતા બોર પણ વોટર વર્કસની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાથી થોડા સમયમાં નકામા બની જાય છે. વારંવાર ખર્ચ કરવા છતાં પણ પ્રજા પાણી માટે તરસી રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા વાસ્મો અંતર્ગત નલ સે જલ યોજના સાર્થક કરવા ગ્રામ્ય વિસ્તારોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં ગ્રામ્ય વિસ્તારની પ્રજા પાણી માટે વલખાં મારી રહી છે.

Next Story