Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ઘોઘંબાના કાલસરમાં ફાયરિંગની ઘટનામાં આવ્યો નવો વળાંક

પંચમહાલ : ઘોઘંબાના કાલસરમાં ફાયરિંગની ઘટનામાં આવ્યો નવો વળાંક
X

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કાલસર ગામે ગત મોડી સાંજે ફાયરીંગની ઘટના સામે આવી હતી જેમાં ગામના ડેપ્યુટી સરપંચના ૨૫ વર્ષીય યુવાન અનીલ રાઠવા પોતાનું ટ્રેકટર લઈ ખેતરમાંથી આવતો હતો ત્યારે ચેલાવાડા દર્શન માટે આવેલા અજાણ્યા કાર ચાલકો સાથે નજીવી તકરાર થતા કારમાં સવાર પૈકી એક વ્યક્તિએ ખાનગી ફાયરીંગ કરી ભાગી છૂટ્યા હોવાની પ્રાથમિક વિગતો સાથે રાજગઢ પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી. જેથી PSI આર. આર. ગોહીલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બનાવના પગલે જિલ્લા પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું અને એલ.સી.બી.પોલીસ તેમજ એસ.ઓ.જી. પોલીસ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ઘટનાની તપાસમાં જોડાયા હતા.

આ ઘટનામાં પોલીસ તંત્ર દ્વારા પૂછપરછ હાથ ધરી તલસ્પર્શી તપાસ કરતા હકીકત કંઈક અલગ જ સામે આવી હતી. જેના કારણે પોલીસ પણ અચરજમાં મુકાઈ હતી બનાવ અંગે બહાર આવેલી હકીકત પ્રમાણે જોવા જઈએ તો આ બનાવમાં ઈજાગ્રસ્ત યુવક અનિલ રાઠવાએ પોતે જ કોઈક અગમ્ય કારણોસર પોતાની ઉપર ખાનગી તમંચા વડે ગોળી ચલાવી આત્મહત્યાની કોશીશ કરી હતી અને પછી આખી કહાની ઉપજાવી કાઢી હતી અને પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી જોકે પંચમહાલ એસ.ઓ.જી.શાખાના PI એમ. પી. પંડયા સહિત પોલીસ ટીમ અને એલ.સી.બી. PI ડી. એન. ચુડાસમા સહિત પોલીસ ટીમ તેમજ રાજગઢ પોલીસ સ્ટેશનના PSI દ્વારા બનાવ અંગે અલગ અલગ રીતે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના જ કલાકોમાં સાચી હકીકત શોધી કાઢી હતી. યુવકના ઘરેથી ફાયરીંગમાં ઉપયોગમાં લેવાયલ હથિયાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.

જોકે, અનિલ રાઠવાએ શા માટે ફાયરીંગ કર્યુ.? હથિયાર ક્યાંથી મેળવ્યું.? જેવા પ્રશ્નોના જવાબ હજી મળવાના બાકી છે તેમજ તે ફાયરિંગના બનાવ બાબતે પોલીસને માહીતી પુરી પાડવા બંઘાયેલા હોવા છતા માહીતી પુરી ન પાડી અને અજાણ્યા ત્રણ ઇસમોએ ફાયરીગ કરી ઇજા પહોંચાડી હોવાની ખોટી હકીકત ઉપજાવી કાઢી પોલીસને ગેરમાર્ગે દોરવા અંગે પોલીસે તેઓ વિરુઘ્ઘ ધી આર્મ્સ એકટ-૧૯૫૯ અધિનીયમ કલમ.૨૫(૧-એએ), ૨૭ તથા ઇ.પી.કો કલમ.૧૭૭, ૨૦૧ મુજબ કાયદેસર ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story