હેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક મામલો, રાજયભરમાં કોંગ્રેસના દેખાવો

રાજયમાં સરકાર ભલે બદલી નાંખવામાં આવી હોય પણ પડકારો યથાવત રહયાં છે. હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીકના મામલે હવે વિરોધ પક્ષો લડાયક મિજાજમાં જણાય રહયાં છે.

New Update
હેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક મામલો, રાજયભરમાં કોંગ્રેસના દેખાવો

રાજયમાં સરકાર ભલે બદલી નાંખવામાં આવી હોય પણ પડકારો યથાવત રહયાં છે. હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીકના મામલે હવે વિરોધ પક્ષો લડાયક મિજાજમાં જણાય રહયાં છે. આજે રાજયભરમાં કોંગ્રેસે દેખાવો કર્યા હતાં...

કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની શરૂઆત કરીશું પાટણથી.... પાટણના વિરોધ પ્રદર્શનમાં પાટણના ધારાસભ્ય ડૉ. કીરીટ પટેલ, સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયાં.. પેપર લીક થવાની ઘટનામાં તેમણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આશીત વોરાના રાજીનામાની માંગણી કોંગ્રેસ કરી રહી છે...

ભાવનગર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કલેકટર કચેરી ખાતે ધરણા યોજયાં હતાં. સરકારી ભરતી માટે લેવાતી પરીક્ષાઓના પેપર ફુટી જતાં હોવાથી મહેનત કરનારા વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહયો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે....

વાત કરવામાં આવે તાપી જિલ્લાની.... તાપી જિલ્લા સેવા સદન ખાતે ધરણા પર બેસેલા કોંગ્રેસીઓને વ્યારા પોલીસે ડિટેઇન કર્યા હતાં..વિરોધ પ્રદર્શનમાં માજી કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી અને ધારાસભ્ય સહિત કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતાં. પેપરો ફુટી જતાં રોકવામાં સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે કાર્યકરોએ ભારે નારેબાજી કરી હતી.

જુનાગઢમાં ધારાસભ્ય હર્ષદ રીબડીયા સહિતના આગેવાનો અને કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં. ગાંધીજીની પ્રતિમા નજીક તેઓ ધરણા પર બેઠા હતાં. પેપર ફુટી જવાની ઘટનામાં સરકારની નિયત સામે સવાલો ઉઠાવવામાં આવ્યાં છે. ભાજપ સરકાર પોલીસને આગળ કરી પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ કરાયો છે.

હેડક્લાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે ભુજમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યાં હતાં. ભાઉ અને ભુપો રાજીનામુ આપે તેવા બોર્ડ લગાવી પોસ્ટરનું દહન કરવામાં આવ્યું હતું. અડધો કલાક સુધી હંગામો મચાવ્યા બાદ ભુજ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. જ્યુબિલી સર્કલ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.કાર્યકરો રોડ પર બેસી જતા ટીંગાટોળી કરીને લઈ જવા પડ્યા હતાં.

Latest Stories