પટના રાધનપુરની દીકરીનો દેશ સેવાનોસંકલ્પ
ધોરકડા ગામની દીકરીએ BSFમાં મેળવી તાલીમ
દેશ સેવા માટે કાજલ ગોસ્વામી આર્મીમાં જોડાયા
તાલીમ પૂર્ણ કરીને માદરે વતન પરત ફરતા કરાયુંસ્વાગત
ગામની દીકરી અન્ય દીકરીઓમાટે બની પ્રેરણારૂપ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધોરકડા ગામની દીકરી કાજલજલાપુરી ગોસ્વામી ભારતીય ફોજ BSFમાં એક વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.
પાટણજિલ્લાના રાધનપુર તાલુકાના ધોરકડા ગામની દીકરી કાજલ જલાપુરી ગોસ્વામી ભારતીય ફોજBSFમાં એક વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી હતી.અને માદરે વતન પરત ફરતા સમગ્ર ગ્રામજનો અને સરપંચ કાના બાબુલાલ આહિર અને ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય યાત્રા કાઢી તેમનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોતરકા બ્રહ્મચારી જગ્યાના મહંત શ્રી નિજાનંદ સ્વામી અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લક્ષ્મણ આહીર અને પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેન બાબુલાલ આહિરસહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.અને ભારતીય ફોજની કપરી તાલીમ પૂર્ણ કરનાર કાજલ ગોસ્વામીનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.કાજલના આ સાહસિક નિર્ણયને ગ્રામજનોએ બિરદાવ્યો હતો,અને કાજલ અન્ય દીકરીઓમાટે પ્રેરણારૂપ બની હતી.