/connect-gujarat/media/post_banners/84dc85d207010b3c52a59b0e41e155111a492025c036226cfe7e010244f3f0ce.jpg)
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વાવાઝોડાને લઈને રામ સેવા સમિતિ અસરગ્રસ્ત લોકોની મદદે આવી હતી
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બિપોરજોય વાવાઝોડાને લઈને રાધનપુર મામલતદાર અને નાયબ કલેક્ટર દ્વારા રાધનપુર ખાતે આવેલ સરકારી છાત્રાલય અને પ્રજાપતિ છાત્રાલય અને બસ સ્ટેન્ડ રેફરલ હોસ્પિટલ જેવી અન્ય જગ્યાએ ઝૂંપડપટ્ટી અને કાચા મકાનમાં રહેતા લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે તેમના માટે ભોજનની વ્યવસ્થા રાધનપુર રામસેવા સમિતિએ કરી હતી.રાધનપુર ખાતે સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલી રામ સેવા સમિતિ દ્વારા એસટી બસ સ્ટેન્ડ રાધનપુર રેફરલ હોસ્પિટલ અને સરકાર દ્વારા બનાવવામાં આવેલા કેમ્પમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી