પાટણ: રાધનપુર ખાતે નિર્માણાધિન ફિલ્ટરેશન પ્લાન્ટની સી.એમ.ભુપેન્દ્ર પટેલે લીધી મુલાકાત

પાટણના રાધનપુર ખાતે નિર્માણાધિન ફિલ્ટરેશન પ્લાન્ટની રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી

New Update
પાટણ: રાધનપુર ખાતે નિર્માણાધિન ફિલ્ટરેશન પ્લાન્ટની સી.એમ.ભુપેન્દ્ર પટેલે લીધી મુલાકાત

પાટણના રાધનપુર ખાતે નિર્માણાધિન ફિલ્ટરેશન પ્લાન્ટની રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાટણના રાધનપુર ખાતે પાણી પુરવઠા વિભાગની રાધનપુર ગૃપ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલા 60 એમ.એલ.ડી ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. નર્મદા કેનાલ આધારીત જુથ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલા ડબલ્યુ.ટી.પી., આર.સી.સી. સંપ સહિતની વ્યવસ્થાની કામગીરીની પ્રગતિ અંગે સમિક્ષા કરી પાણી પુરવઠા વિભાગના અધિકારી ઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.રાધનપુર ખાતે રૂ.77.77 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલી રાધનપુર અને સાંતલપુર જુથ પાણી પુરવઠા યોજનાની રાધનપુર ગૃપ યોજનાથી તાલુકાના 65 ગામ, 02 પરા વિસ્તાર અને રાધનપુર શહેરના મળી કુલ 1.74 લાખ નાગરિકોને પાઈપલાઈન થકી સમયસર અને પુરતું પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે.

Latest Stories