/connect-gujarat/media/post_banners/4a6c225bfbd7fdb340ef08c010f5dd7059709e42bccf3ddde4d3c63be3313d49.jpg)
પાટણ જિલ્લાના સમી તાલુકામાં ટેકાના ભાવે ચણાની ખરીદી તથા વેચાણમાં કૌભાંડ આચરાયા હોવાની રાવ ઉઠી છે. જેમાં વેપારીઓએ ખેડૂતો પાસેથી નીચા ભાવે ચણાની ખરીદી કરી ટેકાના ભાવે વેંચાણ કર્યું હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા અપંક મારફતે ખેડૂતોના વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે, ત્યારે સમી તાલુકા કૃષિ બિયારણ મંડળીને ટેકાના ભાવે ચણા ખરીદ અને વેચાણ કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં કુલ 1800 ખેડૂતોના નામે ચણા વેચાણની ઓન લાઇન નોંધણી કરવામાં આવી હતી. જે પૈકી 1450 જેટલા ખેડૂતોના નામે ટેકાના ભાવે ચણા વેચાણ કરવામાં આવ્યા છે, ત્યારે મોટાભાગના વેપારીઓએ ખેડૂતોના નામે ખોટી રીતે વાવેતરના દાખલા, મોબાઈલ નંબરો રજૂ કરી ખેડૂતોને મળવા પાત્ર લાભો આપવામાં આવ્યા નાથી. એટલું જ નહીં, વેપારીઓએ ખેડૂતો પાસેથી નીચા ભાવે ચણા ખરીદ કરી સરકારના ટેકાના ભાવે કૃષિ બિયારણ મંડળીને ચણા વેચાણ કરી સરકારને જ લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાના ચોંકાવનારા આક્ષેપો પણ ખેડૂતોએ કર્યા હતા. જોકે, હારિજ ખરીદ વેચાણ મંડળી દ્વારા કૃષિ વિભાગની તપાસ કરવામાં આવે તો ટેકાના ભાવે ચણા ખરીદ વેચાણમાં લાખો રૂપિયાનું કથીત કૌભાંડ બહાર આવી શકે તેવું પણ ખેડૂતોએ જણાવ્યું હતું.