Connect Gujarat
ગુજરાત

પાટણ : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત રાજ્યકક્ષાની ઉજવણી કરાય

પાટણ ખાતે ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ યોજાયો કાર્યક્રમ

X

પાટણ જિલ્લ્લામાં આજરોજ તા. 1મે ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

"મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે" આજે ગુજરાત 62મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીનું આયોજન પાટણ જીલ્લામાં કરવામાં આવ્યું હતું. પાટણ ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર અને પ્રસાર માટે રાજ્યમાં 4 સ્થળોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ થઇ ચૂક્યું છે. સાથે જ પાટણ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણી, સહકાર અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા, જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઉપરાંત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેન્દ્ર વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર, તકનિકી જાગૃતિ, સ્ટેમને લોકપ્રિય બનાવવા માટે વિધાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય જનતા માટે એક મહત્વનું સ્થળ બની રહેશે. એટલું જ નહીં, 34 હજાર ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું અને અંદાજે રૂપિયા 100 કરોડના ખર્ચે તૈયાર થયેલું 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'ની રચના વિજ્ઞાન ટેકનોલોજી અને ગણિતના ક્ષેત્રને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે. તેમજ અહીં આવેલ ગેલેરીઓ પાટણ જીલ્લાની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેમાં લેન્ડ ઓફ ડાયનાસોર ગેલેરી, હાઇડ્રોપોનિક્સ ગેલેરી, નોબેલ પ્રાઈઝ ગેલેરી, કેમેસ્ટ્રી, ઓપ્ટિક્સ ગેલેરી, હ્યુમન સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય આકર્ષણોમાં વર્કશોપ, 3-ડી થિએટર, વિજ્ઞાનની થીમ આધારીત પાર્ક, વૈદ્યશાળા, સનડાયલ અને કાફેટેરિયાનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત આ સાયન્સ સેન્ટરની મુલાકાત લેવા આવનાર વિજ્ઞાનપ્રેમીઓને કરોડો વર્ષની જીવ સૃષ્ટિનો ઇતિહાસ ઘરાવતા જુરાસિક યુગનો અહેસાસ થશે. અહી ભારતનો સૌથી ઊંચો 57 ફૂટ ઉંચાઇ ધરાવતો બ્રેકીઓસૌરસ ડાયનાશોર પણ મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story