Connect Gujarat
ગુજરાત

પાટણ: તસ્કરોએ ભગવાનના ધામને પણ ન છોડયું,4 મંદિરોમાં ચોરી,જુઓ CCTV

X

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. સાંતલપૂર તાલુકાનાં 4 મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ભગવાનને પહેરાવેલ આભૂષણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં બે અને જારુસા ગામે બે મળી ચાર મંદિરોમાં શુક્રવારની રાત્રે ચોર ભગવાનના સોના ચાંદીના આભૂષણો સહિત રૂ.70 હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.જારૂષા ગામના તળાવની પાળે આવેલ વેરાઈ માતાના મંદિરમાંથી ચોર મોટા છત્ર નંગ ચાર, નાના છત્ર નંગ ચાર, માતાજીનો સોનાનો ચાંદલો, ચાંદીનો મુગટ એક, ચાંદીનું મંગળસૂત્ર, સોનાના ગીલેટ વાળો હાર, સતી માતા મંદિરમાં ચાંદીનું છત્ર 2 મળી બે મંદિરોમાં 52000ની ચોરી થતાં કિશોરભાઈ ભાનુપ્રસાદ ઠાકરે ફરિયાદ નોંધાવી છે.કોરડા ગામે ચામુંડા મંદિરમાંથી ચોર માતાજીની સોનાની નથણી એક, ચાંદીનું મોટું છત્ર એક, નાના છત્ર ત્રણ (કિંમત રૂ.7000) અને દાનપેટી માંથી ચોરાયેલ રોકડા રૂ. 5,000 મળી રૂ.12000ની મત્તા જ્યારે બાજુમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિરમાંથી ચાંદીના છત્ર 2, ચાંદીનો મુગટ મળી રૂ.6 હજારની મત્તાની થતાં ફરિયાદ નોંધાઈ છે.કોરડાના ચામુંડા માતા મંદિરમાં ચોર સીસીટીવીમાં કેદ થયો હતો.સીસીટીવી કેમેરામાં ચોરની તમામ કરતૂત કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે

Next Story