Connect Gujarat
ગુજરાત

પાટણ : શંખેશ્વર નજીક કાર સાથે પીકઅપ વાન અથડાતા બન્ને વાહનોમાં આગ ભભૂકી, 2 લોકો ભડથું થયા...

પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક હાઇવે પરથી પસાર થઈ રહેલી 2 વાહનો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

X

પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક હાઇવે પરથી પસાર થઈ રહેલી 2 વાહનો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બન્ને વાહનોમાં આગ ભભૂકી ઊઠતા વાહનમાં સવાર 2 વ્યક્તિ બળીને ભડથું થયા હતા.

મળતી માહિતી અનુસાર, શુક્રવારની વહેલી સવારે શંખેશ્વર-પંચાસર-દશાવાડા માર્ગ પરથી પસાર થતી વેગનઆર કાર અને પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બન્ને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. અકસ્માત બાદ બન્ને વાહનોમાં લાગેલી આગના કારણે વાહનમાં સવાર 2 વ્યક્તિ આગની ઝપેટમાં આવતાં બળીને ભડથું થયા હતા. જોકે, લોકોના ટોળાએ વાહનમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરી પોલીસને જાણ કરી હતી, ત્યારે પોલીસે ઘટના સ્થળે દોડી આવી માર્ગ અકસ્માતમાં 2 લોકોના મોત મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story