Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર બોરભાઠા બેટ રેલવે ટ્રેક પરથી મોર અને ઢેલના મૃતદેહ મળી આવ્યા,વન વિભાગ દોડતું થયું

બોરભાઠા બેટ રેલવે પુલ પાસે બે મોરના મૃતદેહ મળ્યા, મોર અને ઢેલનું દોઢ કિલો વજન હતું, બન્ને મોર ટ્રેન અડફેટે આવ્યા હોવાનું અનુમાન

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બોરભાઠા બેટ રેલવે પુલ પાસે ટ્રેનની અડફેટે રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલ મોત નીપજ્યું હતું ત્યારે અંકલેશ્વર વન વિભાગ બંનેનું પીએમ કરી અને અંતિમવિધિ કરવામાં આવી હતી.

હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ છે ત્યારે લીલી વનરાજીમાં સવારે અને સાંજ બાદ મોર વિહાર કરવા નીકળતા હોય છે. અંકલેશ્વર વનવિભાગના ભાવેશ પટેલને રેલવે પ્રોટેક્શન ફોર્સ તરફથી કોલ આવ્યો હતો.બોરભાઠા બેટ રેલવે પુલ પાસે વન વિભાગે તાત્કાલિક દોડી જઇ જોતા રેલવે ટ્રેકની બન્ને બાજુ મોર અને ઢેલના મૃતદેહ પડ્યા હતા. આશરે એક વર્ષના મોર અને ઢેલનું વજન દોઢ કિલો જેટલું હતું.બંને મૃતદેહોને શાલીમાર નર્સરી લઈ જઈ ત્યાંથી પોસ્ટમોર્ટમ અર્થે પશુ દવાખાને લઈ જવાયા હતા. ત્યાં પી.એમ. કર્યા બાદ ફરી નર્સરી લાવી રાષ્ટ્રીય પક્ષીના મૃતદેહની અંતિમ વિધિ હાથ ધરવામાં આવશે . જે બાદ પંચનામું કરી વન વિભાગ તપાસ કરશે. શનિવારે સાંજ બાદ કે રવિવારે સવારના અરસામાં વિહારના સમયે નીકળેલા બન્ને મોર ટ્રેન અડફેટે આવ્યા હોવાનું અનુમાન હાલ વન વિભાગ લગાવી રહ્યું છે.હાલ તો રાષ્ટ્રીય પક્ષીના મૃતદેહને પુરા સન્માન સાથે અંકલેશ્વર વન વિભાગે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ શાલીમાર નર્સરી ખાતે લાવી અગ્નિ સંસ્કાર આપવા તજવીજ આરંભી હતી.

Next Story