/connect-gujarat/media/post_banners/030bc0407f2000c3a51b194199080e660544524bdab9a1bf1befa0ae81f30f5f.jpg)
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચૂંટણીના પ્રચાર અર્થે આવ્યા હતા.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. પીએમ મોદી આજે હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરીને સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં PM મોદીએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં મારી પહેલી રેલી છે, અને એ પણ સોમનાથ દાદાની પવિત્ર ભૂમી પર છે. દાદાના આશિવાર્દ હોય એટલે ભાજપની જીત પાક્કી જ હોય. ત્યારબાદ વડાપ્રધાન મોદી રાજકોટના ધોરાજી પહોચી જનસભાને સંબોધી હતી. ધોરાજીમાં PM મોદીએ જણાવ્યું હતું કે, આજે પ્રત્યેક ગુજરાતી સિંહગર્જના કરી રહ્યો છે કે, ફીર એક બાર મોદી સરકાર, ત્યારે તમારા સૌના આશીર્વાદથી આ વખતે પણ ગુજરાતમાં ભાજપ બહુમતી સાથે આગળ આવશે.
આ સાથે જ PM મોદી સભાને ગજવવા માટે અમરેલી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રાજ્ય સરકારની યોજનાઓ વિષે વાત કરતાં જણાવ્યુ હતું કે, ભૂતકાળમાં પાણી માટે અમરેલી વલખા મારતુ હતું. પહેલા અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો હેન્ડ પંપથી પાણી મેળવતા હતા, જ્યારે હવે પાઇપલાઇન મારફતે ઘરે ઘરે પીવાનું પાણી પહોચી રહ્યું છે. અમરેલીથી PM મોદી સીધા બોટાદ જિલ્લામાં પહોચ્યા હતા, જ્યાં PM મોદીએ જનસભાને સંબોધન કર્યું હતું. PM મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે, આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે.