/connect-gujarat/media/post_banners/57a67080c1a3cadd521e9c402d6035a0a89b0a080a075947824d840ef42e3bad.jpg)
રાજ્યમાં ચૂંટણીનું રણશિંગુ ફુંકાય ગયુ છે. માત્ર 2 અઠવાડિયા જેટલો સમય બાકી છે, ત્યારે સત્તા પક્ષ ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો પોતાની જીત માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. સત્તા પક્ષ ભાજપની વાત કરીએ તો જંગી બહુમતીથી જીતવા માટે ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવી રહ્યા છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આગામી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, જેમાં તેઓ 8 જેટલી જનસભાને સંબોધન કરશે. તા. 23 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાત લઇ શકે છે. જેને લઇને તંત્રએ તૈયારીઓ આદરી છે. પોલીસ કાફલો શહેરમાં આવેલ નવલખી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યો હતો, જ્યાં પોલીસ કમિશ્નર સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. જોકે, આ વાતને હાલ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જે રીતે તૈયારી કરવામાં આવી રહી છે, તે જોતા જ કહી શકાય કે, નજીકના સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અન્ય શહેરોની સાથે વડોદરાની પણ મુલાકાત લેશે.
તો બીજી તરફ, અમરેલી જીલ્લામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ અર્થે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે બપોર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે. અમરેલી જિલ્લાની 5 બેઠકો કબજે કરવા માટે ભાજપે કમર કસી છે, ત્યારે ગત વિધાનસભામાં ભાજપની પાંચે પાંચ સીટ ગુમાવનાર અમરેલી જિલ્લામાં આ વિધાનસભામાં પાંચેય બેઠક ભાજપ મેળવવા માટે સ્ટાર પ્રચારકો તો ઉતાર્યા જ છે, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે બપોર બાદ અમરેલીના ફોરવર્ડ ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેરસભાને સંબોધવાના હોય જેથી PMની સુરક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીને આકજરી ઓપ આપવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા સભા સ્થળની આસપાસના વિસ્તારો સતત ચકાસણી કરવામાં આવી રહી છે.PM મોદી કરશે ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર, તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ...