ગુજરાતમાં 3300 કરોડના વિકાસકાર્યોનું PM મોદી કરશે ખાતમુહૂર્ત,કચ્છથી લઇ દાહોદ સુધી તડામાર તૈયારીઓ શરૂ

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ મોદી આગામી 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે.

New Update
aa

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ મોદી આગામી26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે.

આ દરમિયાન મોદી 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. આ સાથે આગામી 27 મેના રોજ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે. અને શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમામાં સામેલ થઈને 22 હજાર મકાનોની ફાળવણી કરશે. આ સાથે અમદાવાદ-ગાંધીનગર રિવરફ્રંટ ફેઝ-3નું ખાતમુહૂર્ત કરશે.

આ ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રીનો પહેલો ગુજરાત પ્રવાસ છે.તા.26,27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે.જેમાં ખાસ કરીને અમદાવાદદાહોદભૂજમાં કાર્યક્રમોમાં હાજરી આપશે.26મેના રોજ PM મોદી વડોદરાના મહેમાન બનશે અને અહીં રોડ-શો દ્વારા લોકોનું અભિવાદન ઝીલશે. ત્યાર બાદમાં PM મોદી દાહોદની મુલાકાત લેશે. અહીં દાહોદમાં રેલવે વર્કશોપનું લોકાર્પણ કરશે. આ સાથે દાહોદમાં PM મોદી જનસભાને સંબોધન કરવાના છે.

આ તરફ વડોદરા અને દાહોદ બાદPM મોદી કચ્છની મુલાકાતે જશે. અહીં ભૂજમાં PM મોદી જાહેરસભાને સંબોધિત કરશે. આ તરફ કચ્છથી અમદાવાદ આવી PM મોદી રોડ-શોમાં સામેલ થશે. આ સાથે 27 મેના રોજ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે. અહીં શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમમાં સામેલ થઈને 22 હજાર મકાનોની ફાળવણી કરશે. આ સાથે 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. આ સાથે PM મોદી અમદાવાદ-ગાંધીનગર રિવરફ્રંટ ફેઝ-3નું ખાતમુહૂર્ત કરશે.