પોલીસની “સર્જિકલ સ્ટ્રાઇક” : અમદાવાદ-સુરતમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું, 1 હજારથી વધુ લોકોની અટકાયત…

આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે, ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી

New Update
  • રાજ્યમાં ગુજરાત પોલીસનું સૌથી મોટું સર્ચ ઓપરેશન

  • રાજ્યમાં ઘૂસણખોરો પર પોલીસ દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક

  • અમદાવાદ-સુરતમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું

  • પોલીસ દ્વારા 1 હજારથી વધુ લોકોની અટકાયત કરાય

  • મોટાભાગના બાંગ્લાદેશીઓ પાસે બંગાળના ડોક્યુમેન્ટ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગત તા. 22મી એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છેત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. ગત તા. 25 એપ્રિલની મોડીરાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી.

આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરીકો ઝડપાયા છેજેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW, ઝોન-6 અને પોલીસ હેડ કવાર્ટરની ટીમોએ મળીને સયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સવારના 3 વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 470 પુરુષ અને બાકીના મહિલાઓ અને બાળકો છે. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઈમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતાં.

તો બીજી તરફસુરતમાં પણ પોલીસે ઘૂસણખોરોને પકડી પાડવાનું ઓપરેશન રાત્રિના 12 વાગ્યાથી સવારની 6 વાગ્યા સુધી હાથ ધર્યું હતું. સુરત પોલીસની 6 ટીમ જેમાં 2DCP, 4ACP અને 10PI સહિત 100 પોલીસકર્મીઓ હતા. આ ટીમોએ શહેરના ઉનસચિનલિંબાયતલાલગેટસલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરી 135 શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી.

બાદમાં તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડ કવાર્ટર લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરીએથી રાજ્યના ડીઆઇજી સહિત જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજી પરિસ્થિતીનો ચિતાર મેળવ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ

અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
MixCollage-12-Jul-2025-
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 34 વર્ષ પૂર્ણ થતાં 35માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને સ્માર્ટ બોર્ડ તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધે તે માટે આજરોજ કે.પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઉટ ડોર જીમનાસ્ટિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સુભશ્રી પીગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી બનાવેલ સ્માર્ટ ક્લાસીસ તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીતેન્દ્ર એમ.પટેલ,શ્રી કે શ્રીવત્સન,શીતલ નરેશ પટેલ અને પારુલ ચેતન વઘાસિયા તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.