ભરૂચ પરથી સંભવિત પુરનું સંકટ ટળ્યુ, ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહ્યા બાદ સપાટીમાં સતત ઘટાડો

સરદાર સરોવરમાં 5 લાખ ક્યુસેક પાણીની વિપુલ આવકના પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલી નખાયા હતા. ડેમના દરવાજામાંથી નદીમાં 4.06 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં બે વર્ષ બાદ રેવામાં રેલ આવી હતી.

New Update
  • ભરૂચ નજીક નર્મદા નદીની સપાટીમાં ઘટાડો

  • નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી હતી

  • નર્મદા ડેમમાંથી પાણી આવક ઘટી

  • કાંઠા વિસ્તારના ગ્રામજનોએ લીધો હાશકારો

  • જિલ્લામાં થયું 269 લોકોનું સ્થળાંતર

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાતા ભરૂચ પરથી સંભવિત પૂરનું સંકટ કર્યું છે ત્યારે વહીવટી તંત્ર સાથે કાંઠા વિસ્તારના ગ્રામજનોએ પણ હાશકારો અનુભવ્યો છે.
સરદાર સરોવરમાં 5 લાખ ક્યુસેક પાણીની વિપુલ આવકના પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલી નખાયા હતા. ડેમના દરવાજામાંથી નદીમાં 4.06 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં બે વર્ષ બાદ રેવામાં રેલ આવી હતી.ગોલ્ડનબ્રિજે નર્મદા નદીએ શુક્રવારે સવારે 8 કલાકે તેની ભયજનક સપાટી 24 ફૂટ વટાવી દીધી હતી. જોકે રાત બાદ ડેમમાંથી આઉટફ્લો ઘટાડી દેવાતા સપાટી મહત્તમ 28.27 ફૂટે સ્પર્શી 5 કલાક સુધી સ્થિર રહી હતી. જે બાદ પુરના પાણી પાછા ફરવાના શરૂ થતાં વહીવટી તંત્ર અને કાંઠાના લોકોએ રાહત અનુભવી હતી.
શનિવારે સાંજે 4  કલાકે ગોલ્ડનબ્રિજે નર્મદા મૈયાની સપાટી ઘટીને 25 ફૂટ નોંધાઇ હતી. મોડી રાતે નર્મદા નદી ભયજનક 24 ફૂટની સપાટીથી નીચે આવી જશે. નર્મદામાં પૂરના પગલે કુલ 269 લોકોનું સ્થળાંતર કરાયું હતું. જે પુરના પાણી ઓસરતા ફરી તેમના ઘરે પરત ફરશે.
Latest Stories