Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની તૈયારી,પી.એમ.મોદીના કાર્યક્રમોને લઈ મળ્યો સંકેત

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાંથી 4 રાજ્યોમાં જંગી જીત અને તેના બીજા જ દિવસે ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીની જંગી રેલી યોજાવી

X

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાંથી 4 રાજ્યોમાં જંગી જીત અને તેના બીજા જ દિવસે ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીની જંગી રેલી યોજાવી ગુજરાત માટે ખુબ મોટા સંકેત માનવામાં આવે છે અને આ સંકેત એટલે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી. અત્યાર સુધી તો ડિસેમ્બરમાં જ ચૂંટણી આવશે તેવું ભાજપના નેતા કહી રહ્યા હતા પરંતુ હવે પ્રધાનમંત્રી મોદીના શક્તિ પ્રદર્શન બાદ ગુજરાતમાં વહેલી ચૂંટણી આવશે તેવી શક્યતા વધી ગઈ છે.

આ જય,જયકાર, આ લાખોની જનમેદની.જ્યાં જુઓ ત્યાં કેસરિયો જ કેસરિયો.ઘણા લોકો માટે આ માત્ર પ્રધાનમંત્રી મોદીની ભવ્ય રેલી અને ભવ્ય સ્વાગતનોકાર્યક્રમ હશે.પરંતુ નિષ્ણાતોના મતે આ કોઈ સામાન્ય રેલી કે કાર્યક્રમ નથી.પરંતુ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત છે. વિધાનસભા ચૂંટણી વહેલી આવશે તેના એંધાણ છે.કારણ કે, 5 રાજ્યનો વિધાનસભા ચૂંટણીનું 10 માર્ચે પરિણામ આવ્યું.

જેમાં પંજાબને બાદ કરતા 4 રાજ્યોમાં ભાજપને જંગી બહુમત સાથે કેસરિયો લહેરાવ્યો અને આ જીત જ ભાજપ માટે જનતાને આકર્ષવા માટેનું સૌથી મોટું માધ્યમ છે. કારણ કે, આ તમામ રાજ્યોમાં પ્રધાનમંત્રી મોદીની રેલીઓ અને સભાની અસર જોવા મળી.તેવામાં પોતાના હોમસ્ટેટમાં પ્રધાનમંત્રી આવે અને લાખોની જનમેદની ઉમટે એટલે સ્પષ્ટ સંકેત કહી શકાય કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી આવી રહી છે. સીધા જ મુદ્દાની વાતકરીએ તો. સૌથી પહેલો મુદ્દો એ છે કે, 5 રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. કારણ કે, કોંગ્રેસ પ્રત્યેનો જનતાનો વિશ્વાસ ઘટી ગયો છે.

તેવામાં ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ કોઈ મોટી નુકસાની કરે તેવી શક્યતા નથી. બીજી તરફ પંજાબમાં કોંગ્રેસ અને ભાજપ સહિતની પાર્ટીઓને મહાત આપીને આમ આદમી પાર્ટીએ જંગી બહુમત સાથે સત્તામાં એન્ટ્રીકરી છે. જેથી હવે પંજાબને મુદ્દો બનાવી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાના મુળિયા જમાવવાના પ્રયાસ કરશે. તેવામાં જો ગુજરાતમાં વહેલી ચૂંટણી આવે તો કોઈ પણ વિપક્ષોને મજબૂત થવાનો સમય અને મોકો ન મળે. અને તેનો સીધો જ ફાયદો ભાજપને થાય.આ તમામ સમીકરણોને જોતા ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાવાની શક્યતા છે

Next Story