"માવઠું" : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી...

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

New Update
"માવઠું" : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી...

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવતી કાલથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે, ત્યારે હવે ફરી ઠંડીનો પારો નીચે જઈ શકે તેમ છે. જોકે, રાજ્યમાં ભરશિયાળે માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાથી ફરી ઠંડીનું મોજું ફરી વળે તેમ છે. એટલું જ નહીં, હવામાન વિભાગે આગામી સમયમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 2થી 4 ડિગ્રી નોંધાઈ શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અને આગાહીકારોના મતે ડિસેમ્બર મહિનામાં પુનઃ માવઠાની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં માવઠું થવાની સંભાવના કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. રાજ્યમાં ભરશિયાળે માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. કચ્છ, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા અને જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ભરશિયાળે કમોસમી વરસાદથી ચિંતા વધી છે. માવઠાથી ખેતરમાં તૈયાર થયેલ પાક નિષ્ફળ જવાનો ભય છે. એક તરફ ચોમાસું પાક તૈયાર થઈને ખેતરમાં પડ્યો છે. તો બીજી તરફ શિયાળુ પાકનું વાવેતર ચાલુ છે, ત્યારે માવઠાથી ખેડૂતો મુસીબત પણ વધી ગઈ છે.

Latest Stories