ગુજરાતમાં આવતીકાલથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, વાંચો ક્યાં વરસી શકે છે વરસાદ

New Update

આજે ફરી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથમાં આજે સારો એવો વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં પણ સારો એવો વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ અને વલસાડમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા છે.

Advertisment W3.CSS

મહત્વનું છે કે, રાજ્યમાં ફરીવાર તારીખ 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં બીજું વહન શરૂ થવાની તૈયારી છે. ત્યારે તારીખ 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ફરી વરસાદ થવાની શક્યતા રહેલી છે. નવરાત્રિના સમયમાં રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ પડશે. તો તારીખ 10 ઓક્ટોબરની આસપાસ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે. એ સિવાય સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. તો ઓક્ટોબર અને નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.