દક્ષિણ ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ, સુરત-નવસારીમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી છે. ચોમાસુ અને ત્યારબાદ નવરાત્રિ દરમિયાન અને હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે,

New Update

દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી

ચોમાસુ ત્યારબાદ નવરાત્રિ વેળા પણ વરસ્યો વરસાદ

ફરી એકવાર વરસાદ વરસતા લોકોની ચિંતામાં વધારો થયો

સુરત અને નવસારીમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા

દિવાળી સમયે વરસાદથી લોકોની ચિંતામાં થયો વધારો

દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી છે. ચોમાસુ અને ત્યારબાદ નવરાત્રિ દરમિયાન અને હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છેત્યારે સુરત અને નવસારીમાં વરસાદે લોકોની ચિંતામાં વધારો કર્યો છે.

ગત ઓક્ટોબર મહિનાના મધ્ય સુધી પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છેજેના કારણે લોકોની ચિંતામાં હવે વધારો થઈ રહ્યો છે. વહેલી સવારથી જ સુરત શહેરમાં આકાશ કાળા ડિબાંગ વાદળોઓથી ઘેરાયું હતુંઅને ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના અમરોલીછાપરાભાઠાવરિયાવકતારગામ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થતાની સાથે જ ઘરેથી કામકાજ માટે બહાર નીકળતા લોકો પણ અટવાયા હતા. તો બીજી તરફહવામાન વિભાગ દ્વારા પણ સતત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જે મુજબ આ વખતે પણ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. મોટા વરાછા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા. વરસાદી પાણી ભરાવવાના કારણે અનેક વાહનો બંધ પડ્યા હતા.

તો બીજી તરફનવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. નવસારી શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. નવસારીમાં આવેલા તીઘરાસ્ટેશન રોડડેપો સહિત શહેરના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ગણદેવીબીલીમોરાચીખલીવાંસદા સહિત તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. આ વચ્ચે ભારે પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં પણ વધારો તહયો હતો. ડાંગર શેરડી સહિત અનેક પાકોને નુકશાન થવાની ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જોકેદિવાળી સમયે વરસાદથી લોકોની સાથે સાથે વેપારીઓ પણ ખાસ ચિંતિત જોવા મળી રહ્યા છે. આ સાથે જ લોકોના ધંધા અને રોજગાર પર વરસાદી માર ન પડે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

Latest Stories