Connect Gujarat
ગુજરાત

રાજસ્થાન : જોધપુર કલમ-144 લાગુ છતાં તોફાની તત્વોએ મચાવ્યો ઉપદ્રવ, પોલીસે કર્યો લાઠીચાર્જ…

રાજસ્થાનના જોધપુરમાં આજરોજ ઈદ પર્વ નિમિત્તે ભારે વિવાદ સર્જાયો હતો. જેમાં તોફાની તત્વોએ ઉપદ્રવ મચાવતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

રાજસ્થાન : જોધપુર કલમ-144 લાગુ છતાં તોફાની તત્વોએ મચાવ્યો ઉપદ્રવ, પોલીસે કર્યો લાઠીચાર્જ…
X

રાજસ્થાનના જોધપુરમાં આજરોજ ઈદ પર્વ નિમિત્તે ભારે વિવાદ સર્જાયો હતો. જેમાં તોફાની તત્વોએ ઉપદ્રવ મચાવતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

મળતી માહિતી અનુસાર, ગત સોમવારની રાત્રે જોધપુરના જાલોરી ગેટ વિસ્તારમાં થયેલી હિંસાના પડધા આજે મંગળવારના રોજ પણ પડ્યા હતા. જોધપુરમાં ઈદ પર્વ નિમિત્તે વ્યાપક પ્રમાણમાં પથ્થરમારો તથા આગચંપીની ઘટના બની હતી. જોકે, તોફાની તત્વોના ઉપદ્રવ બાદ વહીવટી તંત્રએ જોધપુરના 10 વિસ્તારોમાં કરફ્યુ લગાવવો પડ્યો હતો. તો બીજી તરફ સોમવારે રાત્રે જ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી હતી. ઉપરાંત ઘણી સમજાવટ કરવા છતા ભીડ પરત ફરવા તૈયાર થઈ ન હતી. ત્યારબાદ પોલીસ અને ભીડ વચ્ચે સંઘર્ષ અને ઝપાઝપી શરૂ થઈ હતી. વહીવટી તંત્ર દ્વારા કલમ-144 લાગુ કરાયા બાદ પણ ભીડ એકત્રિત થતા લાઠીચાર્જ તથા આગચંપીની ઘટના બની હતી. જોકે, સ્થિતિ નિયંત્રણ બહાર જતી જોઈ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, ત્યારબાદ ભીડમાં ભારે ભાગદોડ થઈ. ઘટના બાદ CM અશોક ગેહલોતે હાઈ લેવલ મીટિંગ બોલાવી હતી. જેમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ વિભાગને આદેશ આપ્યા હતા.

Next Story