Connect Gujarat
ગુજરાત

રાજ્યસભાના સ્પીકર વેંકેયા નાયડુએ સાંસદ શક્તિસિંહ ગોહિલને કચ્છી ભાષામાં બે વાક્ય બોલવા કહ્યું, જુઓ સાંસદે શું જવાબ આપ્યો

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની કચ્છી ભાષા પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત થઇ છે.

રાજ્યસભાના સ્પીકર વેંકેયા નાયડુએ સાંસદ શક્તિસિંહ ગોહિલને કચ્છી ભાષામાં બે વાક્ય બોલવા કહ્યું, જુઓ સાંસદે શું જવાબ આપ્યો
X

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની કચ્છી ભાષા પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત થઇ છે.અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં એક મુદ્દો ઉઠાવ્યો છે. તેઓએ કચ્છી ભાષાને સંવિધાનની સૂચિમાં સમાવવા માટે રજૂઆત કરી છે. તેમનું કહેવુ છે કે કચ્છી ભાષા ઇન્ડો આર્યન જેવી ભાષા છે. કચ્છ ઉપરાંત વિદેશોમાં પણ કચ્છી ભાષા વપરાય છે તેમ શક્તિ સિંહે જણાવ્યું હતું કચ્છમાં બોલાતી ભાષા એટલે કે કચ્છી ભાષાને બચાવવા માટે શક્તિસિંહ ગોહિલે એક રજૂઆત કરી હતી.

કચ્છી ભાષાને બચાવવી અને તેનું સંરક્ષણ કરવુ જરુરી છે. કચ્છી ભાષાને આઠમી સુચિમાં સામેલ કરવાની સાંસદે રજૂઆત કરી છે સંસદમાં તેઓએ રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે કચ્છી ભાષા બોલનારા નો સમૂહ ઘણો મોટો છે. કચ્છી ભાષા કેન્યા, તાંજાનિયા, ઇંગ્લેન્ડ અમેરિકા સહિતના દેશોમાં ધંધામાટે ત્યાં સ્થાયી થયેલા લોકો કચ્છી ભાષા બોલે છે. આથી કચ્છની સંસ્કૃતિ અને ઇતિહાસ ને બચાવવા માટે કચ્છી ભાષાનું સંરક્ષણ કરવાની જરુર છે. આથી કચ્છી બોલીને બંધારણની આઠમી સુચીમાં સમાવીને ભાષાનો દરજ્જો આપવાની માગ કરી છે

Next Story