ગુજરાતમાં આજે કોરોનાના 20,966 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 9,828 દર્દીઓ સાજા થયાં,અને આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં કુલ 12 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 6,વલસાડમાં 2,સાબરકાંઠામાં 2,સુરતમાં 1અને ભરૂચમાં 1 નું મોત થયું છે,
રાજ્યમાં નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 8,529,સુરતમાં 3,974,વડોદરામાં 2,252,રાજકોટમાં 1,259,ગાંધીનગરમાં 624,વલસાડમાં 387,ભાવનગરમાં 570,ભરૂચમાં 302,નવસારીમાં 278,મોરબીમાં 265,મહેસાણામાં 258,જામનગરમાં 335,આણંદમાં 247,બનાસકાંઠામાં 240,કચ્છમાં 194,ખેડામાં 168,પાટણમાં 151,સુરેન્દ્રનગરમાં 146,રાજકોટ ગ્રામ્યમાં127,જૂનાગઢમાં 114,નર્મદામાં 84,દાહોદમાં 75,પોરબંદરમાં 61,સાબરકાંઠામાં 54,અમરેલીમાં 47,દેવભૂમિ દ્વારકામાં 46,તાપીમાં 43,પંચમહાલમાં 42,ગીર-સોમનાથમાં 39,મહીસાગરમાં 37,ડાંગમાં 9,અરવલ્લીમાં 4,બોટાદમાં 3 અને છોટા ઉદેપુરમાં 2 કેસ નોંધાયા છે.
અત્યારે કુલ 90,726 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 125 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 90,601 દર્દીઓ સ્ટેબલ છે.