Connect Gujarat
ગુજરાત

રૂપાણી સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય..!

રૂપાણી સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય..!
X

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય એવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોના હિતમાં વધુ એક સંવેદનાપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા.૭મી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે.

ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે, ખેડૂતોના કહ્યા પ્રમાણે, અત્યારે સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી, બાજરી, તલ જેવા પાકનું વાવેતર કરવામાં આવે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં પરંપરાગત ડાંગર, બાગાયતી પાક હોય છે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ડાંગર, કપાસ એમ મિક્સ પાકનું વાવેતર કરાય છે. રાજ્યમાં 10થી 15 દિવસ પહેલા જે વરસાદ થયો ત્યારે ખેડૂતોએ વાવણી કરી નાખી હતી.

હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આમ હવે રાજ્યના ખેડૂતોને બુધવાર તા. ૭મી જુલાઇથી ૮ ને બદલે ૧૦ કલાક વીજળી મળશે.

Next Story