સાબરકાંઠા: નેશનલ હાઇવે પર 15 વાહનો ડ્રેનેજમાં ખબકયા

સાબરકાંઠા નજીક નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઇ જતાં એક પછી એક વાહનો ડ્રેનેજમાં ખબક્યા હતા. જેને લઈને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

New Update

સાબરકાંઠા નજીક નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઇ જતાં એક પછી એક વાહનો ડ્રેનેજમાં ખબક્યા હતા. જેને લઈને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

સાબરકાંઠા જિલ્લામાં અમદાવાદથી ઉદેપુર નેશનલ હાઈવે 48નું ફોરલેનમાંથી સિક્સલેનમાં રૂપાંતર છેલ્લા પાંચ વર્ષથી થઈ રહ્યું છે. આ સિક્સલેન રોડ દરમિયાન બનાવવામાં આવેલા પુલની કામગીરી પણ અધુરી છે. જેમાં પ્રાંતિજના ત્રણ રસ્તા પાસે, હિંમતનગરના મોતીપુરા વિસ્તાર ઉપરાંત હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં અધૂરા પુલ અને તેની બંને તરફના સર્વિસ રોડ અને ડ્રેનેજ લાઈનો ખુલ્લી છે. જેને લઈને વારંવાર દુર્ઘટનાઓ સર્જાય છે.વળી વરસાદના સમયે પાણીના નિકાલના અભાવે રોડ ઉપર પાણી ભરાઈ જતાં ડ્રેનેજ અને રોડ એક સમાંતર થઈ જાય છે. રોડ ઉપર અવર જવર કરતા વાહનચાલકો વાહન સાથે પાણી ભરાયેલી ખુલ્લી ડ્રેનેજમાં ખાબકે છે. નેશનલ હાઇવેના કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરી ના કરવાના કારણે વાહનચાલકોને દુર્ઘટનાનો ભોગ બનવું પડે છે. તેને લઈને સ્થાનિકો પણ પરેશાન છે.

Latest Stories