સાબરકાંઠા : કેસરગંજના ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી નવો ચીલો ચાતર્યો,ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની ખેતીમાં મેળવી સફળતા.

સાબરકાંઠા જિલ્લાના વડાલીના કેસરગંજના બાગાયત ખેતીના અનુભવી ખેડૂતે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ નામના જામફળની ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી છે.પ્રગતિશીલ ખેડૂત અન્ય ધરતીપુત્રો માટે પ્રેરણારૂપ બન્યા છે.

New Update
  • પ્રાકૃતિક ખેતીથી ખેડૂતે મેળવી સફળતા

  • છેલ્લા ત્રણ વર્ષના બાગાયતખેતીનો છે અનુભવ

  • ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની ખેતીમાં મેળવી સફળતા

  • જામફળનાઉત્પાદનથી ખેડૂત થયા આર્થિક રીતે સધ્ધર

  • પ્રતિકિલોના 150ના ભાવે મળી રહ્યા છે જામફળ

સાબરકાંઠા જિલ્લાના વડાલીના કેસરગંજના બાગાયત ખેતીના અનુભવી ખેડૂતે ઓસ્ટ્રેલિયનરેડ ડાયમંડ નામના જામફળની ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી છે.પ્રગતિશીલ ખેડૂત અન્ય ધરતીપુત્રો માટે પ્રેરણારૂપ બન્યા છે.

સાબરકાંઠાના વડાલીના કેસરગંજના ખેડૂત હરેશ પટેલે સીતાફળજામફળ સહિત અન્ય પાકો સાથે ખેતીવાડીની શરૂઆત કરી હતી.છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ બાગાયત ખેતીના અનુભવના આધારે હરેશભાઈએ ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ નામના જામફળની ખેતી શરૂ કરી છે.તેમને અંદાજિત 3 લાખની કિંમતના ખર્ચે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળનું વાવેતર કર્યું હતું. ત્રણ વર્ષ બાદ હવે તેઓ માસિક 40 હજારથી વધારેનું ઉત્પાદન મેળવી રહ્યા છે.

હરેશભાઈએ પ્રાકૃતિક ખેતી થકી જર જમીન અને વાતાવરણને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. ત્યારે હાલ બજારમાં મળતા જામફળ કરતા ઓસ્ટ્રેલિયન ડાયમંડ કિંગની મીઠા અન્ય બધા જ જામફળ કરતા કંઈક અનેરી તેમજ વિશેષ હોય છે. જેના પગલે પ્રતિ કિલોએ 150નો ભાવ આપીને પણ લોકો આ જામફળની ખરીદી કરે  છે.

Latest Stories