-
સાબરકાંઠાના પ્રાંતિજનો બનાવ
-
પતંગ ચગાવતા બાળકીને મળ્યું મોત
-
વીજ લાઈનમાં ફસાઈ હતી પતંગ
-
પતંગ કાઢવાનો પ્રયત્ન કરતા બાળકીને લાગ્યો વીજ કરંટ
-
વીજ કરંટને પગલે બાળકી કરુણ મોતને ભેટી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પતંગ ચગાવતી બાળકીને વીજકરંટ લાગતા બાળકી કરુણ મોતને ભેટી હતી.ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો હતો.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નાની ભાગોળ કહાર વાસ વિસ્તારમાં મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતી બાળકીને વિજ કરંટ લાગ્યો હતો.મકાનની પાછળ થી પ્રસાર થઈ રહેલ અગિયાર હજાર કેવીની વીજ લાઇનના તારમાં પતંગ ફસાતા પતંગ કાઢનો પ્રયત્ન કરતા બાળકીને વીજ કરંટ લાગ્યો હતો.વીજ કરંટ લાગતા બાળકી શરીરના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી.અને સાથે રહેલા અન્ય બાળકોએ બુમાબુમ કરતા પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા,અને બાળકીને તાત્કાલિક પ્રાંતિજ સિવિલ ખાતે લઈ જવામાં આવી હતી.પણ હાજર તબીબ દ્વારા તેણીને મૃત જાહેર કરી હતી.
મૃતક બાળકી છાયા રાજુભાઇ મકવાણા પ્રાંતિજ ખાતે આવેલ ગુજરાતી શાળા નંબર-1 માં ધોરણ-6માં અભ્યાસ કરતી હતી.તો બાળકીના મોતને લઈને પરિવાર પડોશીઓ સગાસંબધીઓમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતું, અને સ્થાનિક રહીશો દ્વારા ભવિષ્યમાં આવી ઘટના ન બને તેને લઈને વીજ કંપનીને મકાન પાછળ રહેલા 11 કેવીની વીજ લાઇન હટાવવા માંગ કરવામાં આવી છે.