સાબરકાંઠા: હિંમતનગરના ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, ભારે ટ્રાફિકજામના દ્રશ્યો

હિંમતનગરના ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું

New Update
સાબરકાંઠા: હિંમતનગરના ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, ભારે ટ્રાફિકજામના દ્રશ્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલા એસટી બસ સ્ટેશન પાસેના ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર ગુરુવારે સવારે એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને લઈને ઓવરબ્રિજ એક કલાક બંધ રહ્યો હતો. તો બી-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોચી વાહનો હટાવીને બ્રિજ પર ફરી વાહન વ્યવહાર શરુ કર્યો હતો.અકસ્માતગ્રસ્ત એસટી બસ એસટી ડેપોમાં લઇ જવાઈ હતી. તો કારને બી-ડિવિઝન પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.