/connect-gujarat/media/post_banners/7ce48eb450f141609f0d8b984cf84d649faa1b50bafa3b30a18043ef00faef3f.jpg)
ગુજરાતમાં ચુંટણીની જાહેરાત થતાની સાથે અનેક રાજકીય પાર્ટીઓ પ્રચાર શરૂ કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા હિમતનગર આવી પહોચી હતી. ત્યાર બાદ અશ્વમેઘ પાર્ટી પ્લોટમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.
સાબરકાંઠા ના મુખ્ય મથક હિંમતનગર ખાતે આજે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા આવી પહોચી હતી. જેમાં મુખ્ય ૧૧ જેટલા મુદ્દાઓને લઈને કોંગ્રેસ આ યાત્રા લઈને નીકળી હતી. આ ઉપરાંત હિંમતનગર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થતા અહિ સ્નેહ મિલન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. જેમા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પુર્વ પ્રદેશ પ્રમુખ સહિત પ્રદેશના હોદ્દેદારો તથા પુર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રી સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષના થયેલા ભ્રષ્ટાચાર સહિત દમ અને જુઠ્ઠાણાઓ સામે આ વખતે કોંગ્રેસ સરળતાથી જીત મેળવશે. છેલ્લા કેટલાય સમયથી ભાજપ સરકારમાં છેવાડાના વ્યક્તિ સંપૂર્ણ રીતે પ્રશાસનથી ત્રસ્ત બની ચૂક્યાં છે. ત્યારે આ વખતે ગુજરાતના મોટાભાગના તમામ ઉમેદવારો જંગી લીડથી જીતશે, તેમજ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તે નક્કી છે અને હાલમાં ગુજરાતમાં અલગ અલગ પાંચ તબક્કાઓમાં શરૂ થયેલી આ યાત્રા આગામી સમયમાં સરકારમાં પરિવર્તન કરશે તે નક્કી છે.