Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરમાં ઓવરબ્રિજનું નિર્માણકાર્ય થોડા દિવસોમાં થશે શરૂ, ટ્રાફિકજામની સમસ્યામાંથી મળશે મુક્તિ

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલ પાંચબત્તી પાસે ઓવર બ્રિજનું કામ કામ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે

X

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલ પાંચબત્તી પાસે ઓવર બ્રિજનું કામ કામ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે જેના પગલે ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે

હિંમતનગર શહેરમાં આવેલી પાંચબત્તી પાસે ઓવર બ્રીજનું કામ કાજ શરૂ હતું પરંતુ પાંચબત્તી વિસ્તારમાં પથ્થર વાળી જમીન હોવાને લઈને હાલ કામગિરી બંધ કરવામાં આવી છે. ત્યારે સ્થાનીક લોકોને ઓવર બ્રિજ સ્ટે ના કારણે બંધ છે. તો બીજી તરફ સતાધીશો દ્વારા ઓવર બ્રિજ બનાવવાની કામ ને લઇને નવી મશનારી મંગાવવામાં આવી છે. ઓવર બ્રિજ ૧૮ કરોડ ના ખર્ચે બની રહ્યું છે. જેને આસપાસ વિસ્તારમાં રાહત મળી રહે તેમ છે. જોકે અગાઉ રોડ પર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. જ્યારે ઓવર બ્રિજ બને તો ટ્રાફિક ની સમસ્યામાં હાલ થશે. ઓવર બ્રિજ જૂની સિવિલ હોસ્પિટલ થી લઇને દુર્ગા બજાર સુધી ઓવર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં કામ બંધ હોવાને લઇને ધારાસભ્ય વી.ડી. ઝાલા મુલાકાત કરી હતી. ત્યારે ૧૦ દિવસ માં ઓવર બ્રીજનું કામકાજ શરૂ કરવામાં આવશે. ધારાસભ્ય સહિત પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, બાંધકામના ચેરમેન અને જીયુડીસીની ટીમ ઉપસ્થિત રહી હતી.

Next Story