Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: રાજયમાં ચોમાસાનું આગમન છતા ખેડૂતો બન્યા ચિંતિત,જુઓ શું છે કારણ

સાબરકાંઠા જીલ્લામાં ચોમાસું વાવેતરમાં મગફળી, કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસના અધધ ભાવ મળ્યા હતા.

X

રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી છતાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે.ચોમાસાનું આગમન મોડુ થતાં ખેડૂતોના કપાળે ચિંતાની લકીર જોવા મળી રહી છે રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે. કેટલાક વિસ્તારમાં તો આગોતરૂં વાવેતર પણ થઈ ચૂક્યું છે. ગઈકાલે સૌરાષ્ટ્ર સહિતના કેટલાય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારો હજી પણ કોરા ધાકોર છે.

ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને સારા વરસાદની રાહ છે.એક તો ચોમાસું 10 દિવસ મોડું આવ્યું હોવાથી ખેડૂતોને વાવણી કરવામાં પણ મોડું થયું છે. સાબરકાંઠા જીલ્લામાં ચોમાસું વાવેતરમાં મગફળી, કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસના અધધ ભાવ મળ્યા હતા. જેને લઈને આ વખતે પણ ખેડુતો વધુ વાવેતર કર્યું છે, પરંતુ ચાલુ વર્ષે સાબરકાંઠા જીલ્લામાં વરસાદ થોડો મોડો થયો છે. પહેલા એક કે બે દિવસ વરસાદ આવ્યો, જેનાથી જમીનમાં ભેજ થઈ ગયો અને એટલે ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું છે. પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મુરજાવા લાગ્યો છે. હાલ ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો છે કે ક્યારે વરસાદ પડે અને વાવેતર શરૂ કરે

Next Story