Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : "જીવન કેવી રીતે જીવવું" તે અંગેના માર્ગદર્શન હેતુ જ્ઞાનવત્સલ સ્વામીના સાનિધ્યમાં યોજાયો પારિવારિક મૂલ્યોનો સેમિનાર

BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેમિનારનું આયોજન પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા જીવન વિષે સમજ અપાઈ

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામ પાસે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પારિવારિક મૂલ્યોનો સેમિનાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો અને સંસદ, ધારાસભ્ય અને જિલ્લા કલેકટર સેમિનારનો લાભ લીધો હતો.

હિંમતનગરના કાંકણોલમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સત્સંગ હોલમાં પારિવારિક મૂલ્યોનો સેમિનાર યોજાયો હતો. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજનો અનુભવ વિચારો રજુ કરવામાં આવ્યા હતા.જીવન કેવી રીતે જીવવું અને જીવન બે રીતે જીવવું તે વિશે પર માર્ગદશન આપ્યું હતું. પરિવારમાં નાના બાળકોને સંસ્કાર કેવી રીતે આપવું જોઈએ. નાના બાળકોને સ્કૂલમાં શિક્ષણ આપવામાં આવે છે. જોકે અત્યાર હાલમાં બાળકો સંપત્તિ માટે પોતાના પરિવાર સામે કોર્ટમાં લડત ઉભી કરે છે. ત્યારે નાના બાળકોને શરૂઆતમાં સંસ્કારને સિંચાન કરવા જોઈએ તેવી જ્ઞાન આપવામાં આવ્યું હતું . હાલમાં યુવાધન વ્યસનના રવાડે ચડે છે. જેને લઈને બીએપીએસ સંસ્થા દ્વારા શિક્ષણ આપીને વ્યસન મુક્તિ કરવાનું કાર્ય કરવામાં આવે છે.

વાણીનો વિવેક અને વર્તન વિવેક એમ બે સંસ્કાર વિશે માહિતી આપી હતી. ત્યાર બાદ બાળક સોશ્યલ મીડિયાની ખોટા રવાડે ચડ્યું છે અને હાલ સોશ્યલમાં ફેક આઈડિયામાં પોતાની ઓળખ છુપાઈને વાતો કરે છે. પારિવારિક મૂલ્યોનું પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા માહિતી આપવામાં આવી હતી. જ્ઞાન સેમિનારમાં સંસદ સભ્ય સહિત જિલ્લા કલેકટર ઉપસ્થિત રહીને સેમિનારનો લાભ લીધો હતો.


Next Story