સાબરકાંઠા : ટામેટાના પાકના મબલખ ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો બન્યા લાચાર

સાબરકાંઠા જિલ્લામાં ઇડર અને વડાલી પંથકમાં મોટા પાયે ખેડૂતો ટામેટાનું વાવેતર કરે છે. જોકે ટામેટાનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 3 થી 4 થઈ જતા ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

New Update
  • ખેડૂતોને મહામુલા ટામેટાનો ભાવ ન મળતા રોષ

  • પ્રતિ કિલોએ રૂ.3 થી 4 થઇ જતા ખેડૂતોની હાલત દયનીય બની

  • જગતના તાતને પારાવાર નુકસાની વેઠવી પડી

  • ટામેટાના પાકના ઉજ્જડ જગ્યાએ ખેડૂતોએ કર્યા ઢગલા

  • ખેડૂતો માટે સર્જાય વિપરીત પરિસ્થિતિ

સાબરકાંઠા જિલ્લામાં ઇડર અને વડાલી પંથકમાં મોટા પાયે ખેડૂતો ટામેટાનું વાવેતર કરે છે. જોકે ટામેટાનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 3 થી 4 થઈ જતા ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો તેમનો પાક રસ્તે રઝળતો મૂકી દે તો પણ નવાઈ નહીં.

સાબરકાંઠા જિલ્લામાં ઇડર તેમજ વડાલી પંથક શાકભાજી સહિત ટામેટાના પાક માટે પ્રખ્યાત છે.અહીંથી પ્રતિદિન મોટી માત્રામાં ટામેટાનો પાક ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાં મોકલવામાં આવે આવે છે.જોકે ટામેટાના પાકમાં અચાનક કડાકો બોલાયો છે.છેલ્લા એક સપ્તાહમાં પ્રતિ કિલો ટામેટાનો ભાવ રૂપિયા 3 થી 4 થઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.પ્રતિ 20 કિલોએ ટામેટાનો ભાવ રૂપિયા 60 થી 80 બોલાઈ જતા ખેડૂતોએ પકવેલો પાક હવે રસ્તે રઝળતો કરવો પડે તેવી સ્થિતિ છે.એક તરફ મોંઘા દવા બિયારણ સહિત મજૂરીનો ખર્ચ વધી રહ્યો છે,તો બીજી તરફ શાકભાજીના ભાવમાં કડાકો બોલી જતા ખેડૂતો માટે પણ વિપરીત પરિસ્થિતિ નિર્માણ પામી છે.

જોકે એક તરફ ખેતીપ્રધાન દેશ હોવાની સાથોસાથ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની સ્થિતિ બેહાલ બની રહી છે,તેમજ પોષણક્ષમ ભાવ ન મળવાના પગલે ખેડૂત આલમમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હાલમાં ખેડૂતોએ પોતાનો પાક વેરાન તેમજ ઉજ્જડ જગ્યાઓમાં ઢગલા કરી રહ્યા છે.જેથી ખેડૂત આલમને પારાવાર નુકસાનની સાથોસાથ આર્થિક દ્રષ્ટિએ પણ નુકસાન થઈ રહ્યું છે.જોકે આગામી સમયમાં ખેડૂતોના પોષણક્ષમ ભાવના મામલે ચોક્કસ પગલા ન લેવાય તો ખેડૂત આલમ પણ ખેતી સહિતના પાકોનો ત્યાગ કરી શહેરી રોજગાર તરફ વળે તો નવાઈ નહીં.

Read the Next Article

અમદાવાદમાં રફતારના કહેરે વધુ બેનો ભોગ લીધો, શિવરંજની પાસે કારે એક્ટિવાને મારી ટક્કર

શિવરંજની પાસે કારે  એક્ટિવાને ઠોકર મારતા, એક્ટિવામાં સવાર  બે લોકોના મોત થયા હતા. આ ઘટના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે સર્જાઇ હતી

New Update
accident

અમદાવાદમાં રફતારના કહેરે વધુ બેનો ભોગ લીધો છે.

શિવરંજની પાસે કારે  એક્ટિવાને ઠોકર મારતા, એક્ટિવામાં સવાર  બે લોકોના મોત થયા હતા. આ ઘટના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે સર્જાઇ હતી.  

મૃતકોના ઓળખ અશફાક અજમેરી અને અક્રમ કુરેશી તરીકે થઇ છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયા હતા.