સાબરકાંઠા : હિમંતનગર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગેસ લીકેજથી લાગી આગ,રસોડામાં કામ કરતી ચાર મહિલા સલામત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગેસ લીકેજથી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્કૂલના રસોડામાં કામ કરતી ચાર મહિલાનો આબાદ બચાવ થયો હતો.

New Update
  • સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં લાગી આગ

  • આગને પગલે અફરાતફરીનો સર્જાયો માહોલ

  • રાંધણ ગેસ લીકેજ થયા બાદ રસોડામાં લાગી આગ

  • ચાર મહિલાઓનો આબાદ બચાવ

  • ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ

Advertisment

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગેસ લીકેજથી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્કૂલના રસોડામાં કામ કરતી ચાર મહિલાનો આબાદ બચાવ થયો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના RTO ચાર રસ્તા નજીક આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.સ્કૂલમાં સેમિનાર હોવાથી રસોડામાં ચાર મહિલાઓ રસોઈ બનાવી રહી હતી.આ દરમિયાન રાંધણ ગેસની પાઈપમાં લીકેજ થતા આગ લાગી હતી.હિંમતનગરમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના રસોડામાં એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.જ્યારે રસોઈ બનાવવામાં આવી રહી હતી,ત્યારે ગેસની બોટલમાં અચાનક થયેલા લીકેજને કારણે આગ ફાટી નીકળી હતી.

જો કે ઘટનાની જાણ થતા જ સમયસુચકતાથી ચાર મહિલાઓને રસોડાની બહાર કાઢી લેવામાં આવતા જાનહાની પહોંચી નહતી. બનાવ અંગેની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

 

Advertisment
Latest Stories