Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગર ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના અધ્યક્ષસ્થાને બેઠક મળી

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન

X

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો સહિત લોકસભા માટે સાંસદ તરીકેના ઉમેદવાર તેમજ હાજર ધારાસભ્યોને 2022માં વિધાનસભા કબજે કરવા માટે એકરૂપ થવા આહવાન કરાયું હતું.

Sગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે, ત્યારે આ વખતે 2022માં ગુજરાત વિધાનસભા કબજે કરવા માટે કોંગ્રેસ દ્વારા અત્યારથી જ એડીચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે, ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં એક સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક જનતા હાલમાં ભાજપના રાજથી દુઃખી છે. સાથોસાથ કોરોના મહામારીમાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે, ત્યારે આગામી સમયમાં રોજગારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોના પ્રશ્નો તેમજ યુવાનોને રોજગારી સહિતના મુદ્દે પ્રજાલક્ષી રાજ આપવા કાર્યક્રમો યોજાશે. તો સાથે જ સમગ્ર ગુજરાતમાં પ્રજાજનોની લાગણીને બહાર લાવવા માટે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કોરોના મહામારીમાં મૃતક પામેલા લોકોને ઘરે જઈ શ્રદ્ધાંજલિ આપવાની સાથોસાથ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પાસે રૂપિયા 4 લાખની સહાયની માંગ પણ કરવામાં આવશે. આગામી સમયમાં સ્થાનીય જનતાના વિરોધના પગલે ગુજરાતમાં પરિવર્તનની સરકાર બનશે અને કોંગ્રેસ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જવલંત વિજય મેળવે તે માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Next Story
Share it