Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : શેરી ગરબા થકી ખેલૈયાઓને ગરબે ઘુમવાની મંજુરી, જુઓ શું કહી રહ્યા છે ગરબા રસિકો..!

રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના તહેવારને ઉજવવા માટે શેરી ગરબા થકી ખેલૈયાઓને આંશિક મંજુરી તો આપવામાં આવી છે.

X

રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના તહેવારને ઉજવવા માટે શેરી ગરબા થકી ખેલૈયાઓને આંશિક મંજુરી તો આપવામાં આવી છે, ત્યારે હાલ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગરબા રસિકો ડાન્સ ક્લાસમાં જઈને વિવિધ ડાન્સ સ્ટેપ શીખી નવરાત્રીનો શોખ પુરો કરી રહ્યા છે.

કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી ખેલૈયાઓનો માનિતો તહેવાર એવો નવરાત્રીનો તહેવાર બંધ ગરબા રસિકો ગરબે ઘૂમી શક્યા નથી. જોકે, હવે કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા તહેવારો ઉયજવા માટે કેટલીક છુટછાટ આપવામાં આવી રહી છે. નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે એક સ્થળે 400 જેટલા લોકોને શેરી ગરબા માટે છૂટ આપી છે, ત્યારે હિંમતનગર ખાતે ગરબા ક્લાસિક ધુમ શરૂ થઈ ગયા છે. અહી મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મુકીને ગરબાના વિવિધ સ્ટેપ શીખી રહ્યા છે.

Next Story