/connect-gujarat/media/post_banners/96ac24134270312d389b1077e7be5ff97f3acdca9069cf8a0a21364e5c15f69e.jpg)
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જીઆઇડીસી પાસે આવેલી આંગણવાડી આગળ ગટરનું ગંદુ પાણી ઉભરાતા ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ચોમાસા દરમિયાન વિસ્તારમાં ભરતા પાણી નહિ પરંતુ ગટરનું ગંદુ પાણી ઉભરાતા વિસ્તારમાં ગંદકી છે. હિંમતનગરના મોતીપુરા પાસે આવેલી જીઆઇડીસી વિસ્તારમાં ચોમાસા, ઉનાળો કે શિયાળો હોય દર વર્ષે પાણી ભરાયેલું જોવા મળે છે પરંતુ આ વિસ્તારમાં ગંદુ પાણી ભરાયેલું જોવા મળતું હોય છે. ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે. વિસ્તારના સ્થાનિક લોકો અનેકવાર સત્તાધીશો અને પાલિકાના કોર્પોરેટરોને જાણ કરવામાં આવી હતી.જીઆઇડીસી વિસ્તારમાં વર્ષોથી ગંદુ પાણી ભરાઈ રહે છે જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.