વૈજનાથ મંદિરે મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન
શિવભક્તોને 25 ફૂટ ઉંચા શિવલિંગના થશે દર્શન
શિવલિંગમાં મહાકાલના ભક્તો કરશે દર્શન
શ્રી વિષ્ણુના દશાવતારના પણ દર્શનનો મળશે લ્હાવો
પીઓપી,કંતાન,વાંસ,વિવિધ કલર,માટીમાંથી ગુફાનું નિર્માણ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢ ખાતે વૈજનાથ દાદા મંદિરે મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,જેમાં શિવભક્તોને 25 ફૂટ ઉંચા શિવલિંગ પર મહાકાલના અને ગુફામાં દશાવતારના દર્શન થશે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસમાં વિવિધ શિવલિંગનુ નિર્માણ કરવામાં આવે છે.ત્યારે આ મહાશિવરાત્રીએ 25 ફુટ ઉંચી મહાકાલની પ્રતિમાનુ ગામના યુવાનો અને કારીગરો દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.જે શિવરાત્રીના દિવસે વહેલી સવાર થી જ દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવશે અને સાથે સાથે ભગવાન વિષ્ણુના દશાવતાર સાથે વિવિધ દેવી દેવતા અને વિવિધ શિવ સ્વરૂપ પણ ચણાના લોટમાંથી બનાવવામાં આવ્યા છે.આ ગુફાના નિર્માણ માટે 23 હજાર કિલો પીઓપી, ૩૦ મીટર કંતાન અને વાંસ સહિત વિવિધ કલર અને માટીનો ઉપયોગ કરી આબેહુબ ગુફાનુ પણ નિર્માણ કરાયું છે,અને આ ગુફામાં વિવિધ દેવી દેવતાના દર્શન ભક્તોને થશે.
રાયગઢ ગામના વૈજનાથદાદાના ભક્ત દિયા પંડ્યાએ જણાવ્યું હતું કે, વૈજનાથ દાદાના મંદિરે મહાશિવરાત્રિની ઉજવણી હંમેશા અનોખી રીતે થાય છે. આ વખતે મહા ગુફા અને 25 ફૂટ ઊંચા મહાકાલની પ્રતિમા સાથે ચણાના લોટમાંથી બનેલા દશાવતારના દર્શન એકસાથે થશે. તેમણે ઉમેર્યું કે, વૈજનાથ દાદાના મંદિરે દર અમાસે ભક્તો આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે.