Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગર ખાતે સાબરડેરીમાં પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત

આગામી દિવસોમાં રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાબરડેરીમાં પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો હતો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે માહિતી આપી હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો.

જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.પ્રાકૃતિક ખેતીના પરિસંવાદ કાર્યક્રમમાં ૧૨૦૦થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સાબરડેરી ઉત્પાદિત સાબર મધનું લોકાર્પણ કર્યુ હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી આપવામાં આવી હતી.આગામી દિવસોમાં રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે. જેઓ ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનજીવામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમ આપવામાં આવશે એવુ રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યુ હતું

Next Story