સાબરકાંઠા : એક તરફ શિયાળુ પાકની તૈયારી, તો બીજી તરફ માવઠું વરસતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસમાં કરાં સાથે વરસાદ વરસતા વરિયાળી અને બટાકાના સહિતના અન્ય પાકને નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે.

New Update
Advertisment
  • હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ

  • ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

  • ખેતરમાં તૈયાર થયેલ પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં ચિંતા

  • કરાં સાથે વરસાદ વરસતા વિવિધ પાકને નુકશાન જવાની ભીતિ

  • કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીર

Advertisment

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસમાં કરાં સાથે વરસાદ વરસતા વરિયાળી અને બટાકાના સહિતના અન્ય પાકને નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસારસાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદના પગલે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ગાંભોઈ પંથકના સહિત ચાંદરણીગાંધીપુરામોરડુંગરાચાંપલાનાર તેમજ રૂપાલ પંથકના રૂપાલકંપાબાવસરટીંબા કંપાહાથરોલ ગામોમાં કમોસમી વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતા. જેના કારણે ઘઉંરાયડોબટાકા સહિતના રવિ ખેતી પાકોને નુકસાન થવાની શક્યતાથી ખેડૂતોની ચિંતા વધી છે. જોકેખેતરમાં તૈયાર થયેલ વિવિધ પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ શિયાળુ પાકની તૈયારી તો બીજી તરફ વરસાદના કારણે પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે.

 

Latest Stories